જાપાનમાં શનિવારે (19 ઓક્ટોબર) ટોક્યોથી ઓસાકા જતી બુલેટ ટ્રેનમાં ઝોમ્બી થીમ પર એક ઈવેન્ટ યોજાઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરતા લોકો અચાનક તેમની આસપાસ ઝોમ્બીઓને જોઈને રોમાંચિત થઈ ગયા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ એડવેન્ટર્સ ટ્રીપમાં 40 લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ હેલોવીન ડેના 2 અઠવાડિયા પહેલા ઉજવવામાં આવી હતી.
ટ્રેનમાં આ ઇવેન્ટ વિશ્વની પ્રથમ હોન્ટેડ ઇવેન્ટ હતી. અઢી કલાકની મુસાફરી દરમિયાન મુસાફરો આ હોન્ટેડ હાઉસમાં રોકાયા હતા. હેલોવીન ડે દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ડરામણા પોશાક પહેરે છે. આ સાથે, સજાવટ પણ હોન્ટેડ થીમ પર કરવામાં આવે છે. લોકો માને છે કે આનાથી દુષ્ટતા અને નકારાત્મકતા દૂર થાય છે.
કોવાગરસેતાઈ સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવાગરસેતાઈનો અર્થ થાય છે ડરાવનાર. આ જૂથ ઘણીવાર ભૂતિયા કાર્યક્રમોનું આયોજન કરે છે. ઈવેન્ટ ઓર્ગેનાઈઝર કેન્ટા ઈવાનાએ જણાવ્યું કે તેઓ આંખના પલકારામાં બુલેટ ટ્રેનને તુટી પડતી બતાવવા માગતા હતા. આ ઇવેન્ટ 2016ની કોરિયન ફિલ્મ ટ્રેન ટુ બુસાનથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં એક વ્યક્તિ તેની પુત્રી સાથે ઝોમ્બીઓથી ભરેલી ટ્રેનમાં ફસાઈ જાય છે.