મધ્યપ્રદેશના શિવપુરીમાં મહિલાએ એક બાઈકસવારની જાહેરમાં ધોલાઈ કરી નાખી. મહિલાએ યુવક પાસે લિફ્ટ માંગી હતી. બાઈકસવાર યુવક બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો તો મહિલા બાઈક પરથી કૂદી ગઈ હતી. મહિલાએ બૂમાબૂમ કરતા ભીડ એકઠી થઈ ગઈ. ત્યાર બાદ મહિલાએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. માર મારતા યુવક અધમૂઓ થઈને રોડ પર ઢળી પડ્યો હતો. આ ઘટના શનિવારે નરવર વિસ્તારમાં બની હતી. ઘટનાનો વીડિયો રવિવારે સામે આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે બિલોનીનો રહેવાસી ટેકસિંહ બાઈક લઈને કરૈરાથી નરવર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પારાગઢ ગામ નજીક એક મહિલાએ લિફ્ટ માંગી હતી. ટેકસિંહે મહિલાને બાઈક પર બેસાડી અને ચકરામપુર તરફ લઈ જવા લાગ્યો. મહિલાએ તેનો વિરોધ કર્યો તો યુવકે એક પણ નહીં સાંભળી. આ જોઈને મહિલા ગભરાઈ ગઈ અને બાઈક પરથી કૂદી ગઈ હતી. ત્યાર બાદ તેની ચપ્પલથી માર માર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા અને યુવકના હાથ-પગ બાંધીને માર મારવા લાગ્યા હતા.