માર્કેટ નિયામક સેબીએ ડેટ સિક્યોરિટીઝ ઇસ્યૂ કરનારાઓ દ્વારા ડોક્યુમેન્ટ્સના બહુવિધ ફાઇલિંગને ટાળવા માટે સામાન્ય માહિતી તેમજ મુખ્ય માહિતી માટેના ડોક્યુમેન્ટ્સનો ખ્યાલ રજૂ કરવા માટેના નિયમોને સૂચિત કર્યા છે. આ પગલું ડેટ સિક્યોરિટીઝ ઇસ્યૂ કરતી કંપનીઓ માટે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને પ્રમોટ કરશે. જનરલ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (GID) કોમન શેડ્યુલમાં ઉલ્લેખિત માહિતી અને જાહેરાતો હશે તેમજ તે ડેટ સિક્યોરિટીઝને ઇસ્યૂ કરવા માટે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરવામાં આવશે.
GID માટેની મુદત એક વર્ષ માટેની હશે. નોન કન્વર્ટીબલ સિક્યોરિટીઝ અને કોમર્શિયલ પેપર્સના પ્રાઇવેટ પ્લેસમેન્ટ માટે માત્ર મુખ્ય માહિતી દસ્તાવેજની જરૂર રહેશે જેને સ્ટોક એક્સચેન્જ ખાતે ફાઇલ કરી શકાશે. KIDમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે. કન્સેપ્ટ નોટ આગામી 31 માર્ચ, 2024 સુધી અનુપાલન અને સમજાવટના આધારે ઉપલબ્ધ હશે. નવા નિયમોનો ઉદ્દેશ ડેટ સિક્યોરિટીઝ/ નોન-કન્વર્ટિબલ રીડીમેબલ પ્રેફરન્સ શેરના જાહેર ઇશ્યુ કરવા માટે પ્રોસ્પેક્ટસમાં જરૂરી પ્રારંભિક જાહેરાતો અને સૂચિબદ્ધ કરવા માટે પ્રસ્તાવિત નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝના ખાનગી પ્લેસમેન્ટ માટે પ્લેસમેન્ટ મેમોરેન્ડમ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવાનો છે.