હેલ્થ ઈન્શયોરેન્સના નિયમોમાં હાલના સુધારાથી કેશલેસ સારવારની પહોંચમાં વધારો થયો છે. હવે પૉલિસીધારકોને નેટવર્કની બહારની હૉસ્પિટલમાં પણ એડવાન્સ પેમેન્ટ કર્યા વિના સારવાર લેવાની છૂટ છે.
સૌ પ્રથમ, તમારી હેલ્થ ઈન્શયોરેન્સ પોલિસી નવા ફેરફારો સાથે અપડેટ કરવામાં આવી છે કે કેમ તે જાણો. નોન-નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવા માટે કેટલીક પોલિસીઓને અપગ્રેડ અથવા એડજસ્ટમેન્ટની જરૂર પડી શકે છે. પોલિસીમાં સામેલ ન હોય તેવી બાબતો અને તેની લિમીટ વિશે પણ માહિતી મેળવો.
હવે તમે નોન-નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકો છો, પરંતુ તેના માટે પ્રી-ઓથરાઈઝેશનની જરૂર રહેશે. આ એક મહત્વપૂર્ણ પગલું છે. હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં અથવા તેના થોડા સમય પછી, તમારે અથવા હોસ્પિટલે વીમા કંપનીને જાણ કરવી જોઈએ, જે સારવાર પ્લાન અને અંદાજિત ખર્ચની સમીક્ષા કરશે.
હેલ્થ ઈન્શયોરેન્સ કાર્ડ, માન્ય ઓળખ કાર્ડ, મેડિકલ રિપોર્ટ અને હોસ્પિટલ સારવારની અંદાજિત કિંમત મોકલો. મંજૂરી માટે રાહ જુઓ. વીમા કંપનીઓ સામાન્ય રીતે 1 કલાકની અંદર જવાબ આપે છે.