સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના નિર્ણયને રદ કર્યો છે જેણે એડ-ટેક ફર્મ બાયજુ અને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) વચ્ચે રૂ. 158 કરોડના કરારને મંજૂરી આપી હતી.
બુધવારે (23 ઑક્ટોબર, 2024) કોર્ટે પતાવટ માટે આપવામાં આવતી 158.9 કરોડની રકમ બોર્ડ ઑફ ક્રેડિટર્સમાં જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી હતી.
અગાઉ 14 ઓગસ્ટે બાયજસને ફટકો આપતાં સુપ્રીમ કોર્ટે NCLATના નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને સેટલમેન્ટની રકમ અલગ ખાતામાં રાખવાનો આદેશ આપ્યો હતો.
બાયજુસ ગ્રૂપ કંપનીના કેટલાક ધિરાણકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતા યુએસ સ્થિત ગ્લાસ ટ્રસ્ટે 7 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં, ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં બાયજુસ અને BCCIને ચૂકવણીના મામલામાં સમાધાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.