Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અનેક ઉતાર-ચડાવ વચ્ચે પસાર થયેલા 2024ને ગુડબાય કહેવા અને 2025ના વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરાયું છે. તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફૂલપ્રુફ એકશન પ્લાન તૈયાર કર્યો છે.

થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઇ રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર લગાવતા હોય છે અને બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે તેને નિષ્ફ્ળ બનાવવા માટે અને લોકો સારી રીતે આ દિવસોમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને વધુને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કીટ મદદથી પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવશે.