મેષઃ-
પોઝિટિવઃ- વ્યક્તિગત સંબંધો ગાઢ બનશે. વડીલ વ્યક્તિઓની સલાહ અમલમાં મુકવાથી તમને યોગ્ય માર્ગદર્શન મળી શકશે. મન પ્રમાણે ગતિવિધિઓમાં રોકાણ કરવાથી મન પ્રસન્ન રહેશે. પાડોસીઓ સાથે ચાલી રહેલો વિવાદ પણ દૂર થશે.
નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે જો અન્ય લોકો પાસેથી માન-સન્માન લેવું હોય તો તેમનું માન-સન્માન પણ કરવું પડશે. કોઇ અપ્રિય ઘટનાની શક્યતા મનમાં ભય અને તણાવ હાવી રહી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- આજે કોઇપણ નવા કામમાં સમય લગાવશો નહીં.
લવઃ- પતિ-પત્નીનું એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- હળવી સિઝલન બીમારીઓ થઇ શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થા સાથે જોડાવવું અને સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. ખાસ યોજના બનાવવા માટે પણ સમય અનુકૂળ છે. પ્રભાવશાલી લોકો સાથે સંપર્ક તથા સામાજિક સક્રિયતાની સીમા વધારો.
નેગેટિવઃ- સાવધાન રહો, તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ કે ડોક્યૂમેન્ટ્સ ખોવાઇ જવાનો કે રાખીને ભૂલી જવાની શક્યતા છે. કોઇ સાથે પણ દલીલની સ્થિતિમાં સમય ખરાબ ન કરો. થોડો સમય આત્મ મનનમાં પસાર કરો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા ઓર્ડર મળી શકે છે.
લવઃ- પરિવારમાં એકબીજાનો સહયોગ સારું વાતાવરણ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાકથી રાહત મેળવવા માટે ધ્યાન અને મેડિટેશન કરો.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- તમે તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. થોડી સારી અને ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે ખર્ચ પણ થશે.
નેગેટિવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં ધૈર્ય અને સંયમ રાખો. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ બનતા કાર્યોમાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાનમાં તમારો સહયોગ અવશ્ય આપો. તેનાથી તેમનું મનોબળ વધશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમે સફળ રહેશો.
લવઃ- જીવનસાથી સાથે કોઇ પારિવારિક સમસ્યાને લઇને સમાધાન શોધવાની કોશિશ કરશો.
સ્વાસ્થ્યઃ- કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે તમારી વ્યસ્ત દિનચર્યાથી અલગ થોડી નવી ક્રિયાઓમાં અને જ્ઞાન ધરાવતી વાતોને શીખવામાં સમય પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. ઘરમાં કોઇ નજીકના સંબંધીના આવવાથી સુખમય વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- આર્થિક કારણોથી તમારે તમારી થોડી યોજનાઓ ટાળવી પણ પડી શકે છે. આ સમયે અયોગ્ય લોકોથી અંતર જાળવી રાખવું જ યોગ્ય છે, કેમ કે તેમના કારણે તમારી છાપ ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા વિધ્નો દૂર થશે.
લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે ઉધરસ અને તાવની એલર્જી થઇ શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળશે તથા તમે તણાવમુક્ત થઈને તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપી શકશો. કોઇ નજીકના સંબંધી દ્વારા કિમતી ભેટ મળી શકે છે.
નેગેટિવઃ- અન્યની વાતોમાં આવશો નહીં તથા તમારી પોતાની ઉપર જ વિશ્વાસ રાખો. પોઝિટિવ વિચારધારા ધરાવતા લોકો સાથે સંપર્કમાં રહેવું તમારી મનઃસ્થિતિમાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. ધર્મના નામે તમારી પાસેથી કોઇ રૂપિયા હડપી શકે છે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓની અસર તમારા વેપાર ઉપર પડવા દેશો નહીં.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટનો દુખાવો અને પાચન તંત્રને લગતી તકલીફ વધી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોમાં આવી રહેલી મુશ્કેલી દૂર થશે. ઘરમાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન પણ શક્ય છે. વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરવો.
નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી ચિંતા થવું સ્વાભાવિક છે. પરંતુ પરિસ્થિતિને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડો બિનજરૂરી ખર્ચ વધી શકે છે.
લવઃ- કામ વધારે હોવા છતાં પતિ-પત્ની એકબીજા સાથે યોગ્ય સમય પસાર કરી શકશે.
સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓથી રાહત મળી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ મળશે, એટલે તમારા કાર્યોને સંપૂર્ણ નિષ્ઠા સાથે કરો. વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારી કોઇ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કોશિશ કરશો.
નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે. પરિવારને લગતી કોઇપણ પ્રતિક્રિયા કરતા પહેલાં ચર્ચા-વિચારણાં કરી લો. આર્થિક મામલે સંપૂર્ણ સાવધાની જાળવો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ અંગે ગંભીરતાથી અને ઝીણવટપૂર્ણ મૂલ્યાંકન કરો.
લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્યઃ- સુસ્તી અને આળસ હાવી થઇ શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ધર્મ-કર્મના મામલે રસ વધશે. વિદ્યાર્થી વર્ગ તથા યુવા વર્ગ પોતાની કોઇ વિશેષ ઉપલબ્ધિને પ્રાપ્ત કરવાથી ગર્વ અનુભવ કરશે. તમારા ભાવી લક્ષ્ય પ્રત્યે તમારી મહેનત જલ્દી જ સફળ થશે.
નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે સંબંધોમાં ખટાસ આવે નહીં તેનું ધ્યાન રાખો. કોઇ અપ્રિય સમાચાર મળવાના પણ સંકેત મળી રહ્ય છે જેના કારણે ભય અને અવસાદની સ્થિતિ બની શકે છે. એટલે પોઝિટિવ ગતિવિધિઓમાં તમે પોતાને વ્યસ્ત રાખો.
વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં ડીલ કરતી સમયે પેપર વગેરે યોગ્ય રીતે તપાસી લેવું જોઈએ.
લવઃ- કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું સ્વાસ્થ્ય સાચવો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- સામાજિક સીમા વધશે. અન્યની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને આત્મિક સુખ આપી શકે છે. ઘરમાં નવી વસ્તુઓની ખરીદદારી શક્ય છે. સંતાનની કોઇ પોઝિટિવ ગતિવિધિથી તમે પોતાને પ્રસન્ન અનુભવ કરશો.
નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારની બિનજરૂરી યાત્રા કરતા પહેલાં સાવધાની જાળવો. ધ્યાન રાખો કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. આ સમયે અચાનક ખર્ચ આવવાથી તમે પરેશાન રહેશો.
વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી યોજના હાથમાં આવશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલમાં થોડી ખામી રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આ સમયે કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યને પ્રબળ કરશે. સમયનો યોગ્ય સદુપયોગ કરો. ભાગદોડની જગ્યાએ શાંતિથી અને પોઝિટિવ રીતે કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. ચોક્કસ જ સફળતા મળશે.
નેગેટિવઃ- કોઇપણ પ્રકારના અનિર્ણયની સ્થિતિમાં કાર્યને ટાળવું સારું રહેશે. ભાઈ-બહેનો સાથે સંબંધમાં અંતર વધી શકે છે. ખરાબ પરિસ્થિતિમાં તમારા આત્મવિશ્વાસ તથા મનોબળને સંતુલિત જાળવી રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.
લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખદ સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- રચનાત્મક કાર્યોમાં સારો સમય પસાર થશે. ઘરની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ મળી શકે છે.
નેગેટિવઃ- આ સમયે કોઇપણ પગલું ભરતા પહેલાં સંપૂર્ણ વિચાર કરી લો, નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. તમારી ઉપર કોઇ બદનામી કે ખોટું બોલવાનો આરોપ લાગી શકે છે.
વ્યવસાયઃ- સમય સફળતાદાયક રહી શકે છે.
લવઃ- પતિ-પત્ની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરે.
સ્વાસ્થ્યઃ- શરદી અને કફની સમસ્યા રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આ સમયે વધારે વ્યસ્ત રહી શકો છો. યોગ્ય પરિણામ મળવાથી તમે સુખ અનુભવ કરશો. ગ્રહ સ્થિતિ તમારા માટે થોડા સારા અવસર બનાવી રહી છે. અટવાયેલાં કે ઉધાર આપેલાં પૈસા પણ પાછા મળી શકે છે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી સફળતાના કારણે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે. આ વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. ગુસ્સા અને ઉતાવળ જેવી ખામીઓને તમારી ઉપર હાવી થવા દેશો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારી સાથે મતભેદ થઇ શકે છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય પસાર થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.