અમેરિકા અને બ્રિટનમાં રહેતા ભારતીયો દેશમાં રૂપિયા મોકલવા (રેમિટેન્સ)માં मजबूतમજબૂત છે. ગત વર્ષે આ બંને દેશમાંથી ભારતીયોએ રૂ. 2.74 લાખ કરોડ ભારત મોકલ્યા હતા. તેમાંથી રૂ. 1.91 લાખ કરોડ અમેરિકામાંથી અને રૂ. 83 હજાર કરોડ બ્રિટનમાંથી મોકલાયા હતા. વર્લ્ડ બૅન્કના અહેવાલ પ્રમાણે અમેરિકા, બ્રિટનમાંથી ભારતમાં મોકલાનારી આ રકમ પાંચ વર્ષમાં બમણી થઈ જશે. એટલું જ નહીં, અરબ દેશોમાંથી રૂ. 2.33 લાખ કરોડ જ ભારત આવ્યા હોય, તેવું પહેલી વાર બન્યું છે. અમેરિકા અને બ્રિટનમાં રહેનારા ક્રમશ: 50 લાખ અને 20 લાખ ભારતીયોએ રેમિટેન્સ મોકલવામાં અરબ દેશોમાં વસતા ભારતીયો પાસેથી બાજી આંચકી લીધી હોવાનું સૌથી મોટું કારણ હાઈ સ્કિલ જોબ્સ થકી મળનારી જંગી રકમની સેલરી છે.
ગત 5 વર્ષ દરમિયાન અરબ દેશો યુએઈ, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત, ઓમાન અને કતારમાંથી ભારત આવનારું રેમિટેન્સ 26% ઘટને 28% જ થઈ ગયું છે જ્યારે અમેરિકા-બ્રિટનથી 10% વધીને 36% થયું છે.