રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. બુધવારે મેચના પ્રથમ દિવસે બાંગ્લાદેશે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને 4 વિકેટ ગુમાવી દીધી હતી, જોકે ટીમે 158 રન બનાવી લીધા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બાબર આઝમ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નથી. જ્યારે ટીમ તરફથી સઈદ શકીલ અને સેમ અયુબે અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ તરફથી શોરીફુલ ઈસ્લામ અને હસન મહમૂદે 2-2 વિકેટ લીધી હતી. બીજા દિવસની રમત ગુરુવારે સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
રાવલપિંડીમાં ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે ટેસ્ટ શરૂ થવાની હતી, ટૉસ સવારે 10 વાગ્યે થવાનો હતો. પરંતુ મંગળવારે વરસાદના કારણે આઉટફિલ્ડ ભીનું થઈ ગયું હતું. તેને સૂકવવામાં સમય લાગ્યો, જેના કારણે પ્રથમ સત્રમાં કોઈ રમત રમાઈ શકી નહીં.