એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચેના છ મહિનામાં ભારતે $6 બિલિયન (લગભગ રૂ. 50,454 કરોડ)ના 'મેડ ઇન ઇન્ડિયા' આઇફોનની નિકાસ કરી છે. ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં આ એક તૃતીયાંશ (33%) વધુ છે.
વર્તમાન નાણાકીય વર્ષ (2024-25) પૂરા થતાં સુધીમાં નિકાસનો આંકડો 10 અબજ ડોલર (આશરે રૂ. 84,086 કરોડ) સુધી પહોંચી શકે છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
આઇફોન નિર્માતા કંપની એપલ અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે કંપની ભારતમાં તેના મેન્યુફેક્ચરિંગ નેટવર્કને ઝડપથી વિસ્તારી રહી છે.