રાજકોટ શહેરમાં 5 દિવસ પૂર્વે ધોળા દિવસે શહેરના પોશ વિસ્તાર સમા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ પારસ સોસાયટીમાં વૈભવી બંગલામાં ઘુસી મહિલા પર હથોડી વડે હુમલો કરી હત્યાની કોશિશ અને લૂંટ કરનાર આરોપી હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. આ ઘટના રાજકોટ પોલીસની કામગીરી પર કાળી ટીલી લગાડી અનેક સવાલો ઉભા કરી દીધા છે. મહિલાને માથામાં હથોડી ફ્ટકારી, 65 હજારની બંગડી લૂંટી નાસી છુટેલા લુંટારાને ઝડપી લેવા આકાશ પાતાળ એક કરતી પોલીસ હવે ચૂંટણીને લીધે નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત થઇ જતા તપાસમાં બ્રેક લાગી ગઈ છે. આ ઘટનામાં તીસરી આંખ એવા CCTV અને બાતમીદારોનું નેટવર્ક પણ આ કિસ્સામાં કાચું પડી રહ્યું છે.
આજથી પાંચ દિવસ પહેલા 17 તારીખે બપોરના 12:15 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં પારિજાત બંગલામાં તાનિયાબેન વિવેકભાઈ બાલચંદાણી નામની મહિલા તેમના બાળકને લઈ પ્લેહાઉસથી પરત ઘરે આવી હતી. ત્યારે રસોડામાં પ્રવેશ કરતાની સાથે જ લીલા કલરનો શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ એક હિન્દી ભાષા બોલતો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને ચાવી માંગી તેમના પર હથોડીથી હુમલો કરી 65 હજારની બંગડીની લૂંટ ચલાવી હતી. પુત્રને પણ મારી નાખવાની ધમકી આપતા મહિલા ગભરાઈ ગયા હતા.

માથાના ભાગે ઈજા પહોંચતા મહિલા નીચે પટકાઈ હતી અને બાળક ગભરાઈ ગયું હતું. માટે લુટારૂએ ‘તેરે પાસ જો ભી હૈ વો ઔર તિજોરી કી ચાબી દે દે’ તેવું હિન્દીમાં કહ્યું હતું. જો કે મારી પાસે કશું નથી કહી તાનિયાબેને બૂમાબુમ કરતા લૂંટારૂ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાદમાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ શહેરભરની પોલીસ દોડી ગઈ હતી અને અલગ અલગ જગ્યાના CCTV ચકાસી લુંટારાની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કમનસીબે વાજડી સુધી દેખાયેલો શખસ 17 તારીખ સાંજ પછી ગુમ થઇ ગયો છે. આ બનાવ બન્યાના 5 દિવસ અને 120 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં આરોપી સંદર્ભે એકપણ પ્રકારની લીડ મળી નથી.