રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યો છે અને કેપ્ટનશિપમાં પરત ફરવા માટે તૈયાર છે. જો કે તેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી મેગા ઓક્શન બાદ જ લેવામાં આવશે.
કોહલીએ 9 સિઝન સુધી RCBની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તેણે 2021માં કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી, 2022માં, ફાફ ડુ પ્લેસિસે છેલ્લી ત્રણ સિઝન માટે ટીમની કમાન સંભાળી. 40 વર્ષીય ડુ પ્લેસિસની આગામી સિઝન માટે રિટેન કરવાની શક્યતા ઓછી હોવાનું કહેવાય છે.
IPL મેગા ઓક્શન-2024 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ગુરુવાર, ઓક્ટોબર 31 છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ IPL ઓર્ગેનાઈઝિંગ કમિટીને મોકલી આપશે. આ લિસ્ટ સાથે નક્કી થશે કે કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝી સાથે રમશે.