Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. નીતિશ કુમારે બેડમિન્ટન મેન્સ સિંગલ્સની SL3 કેટેગરીમાં ફાઇનલમાં જીત મેળવી હતી. તેણે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો. તેના પહેલા યોગેશ કથુનિયાએ આજે ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે. આજે ભારત બેડમિન્ટન, એથ્લેટિક્સ, શૂટિંગ અને તીરંદાજીમાં પણ મેડલ જીતી શકે છે. ભારતના નિત્યા શ્રી સિવાન અને શિવરાજન સોલાઈમલાઈ પેરા બેડમિન્ટન મિક્સ્ડ SH-6 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયા.

નીતેશ કુમારે બેડમિન્ટનની SL3 શ્રેણીની ઈન્ડિવિડ્યુઅલ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલ સામે 3 ગેમ સુધી ચાલેલી મેચ જીતી. નીતિશે પહેલી ગેમ 21-14થી જીતી હતી, જ્યારે બેથેલે બીજી ગેમ 18-21થી જીતી હતી.