ડીસા તાલુકાના ભીલડી ગામે 15 દિવસ અગાઉ દુષ્કર્મ આચરી ફરાર થનાર આરોપીને પોલીસે પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે. પરપ્રાંતિય શખ્સને ઝડપી જેલના હવાલે કરી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભીલડી ગામે 15 દિવસ અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા જ ભીલડી પોલીસે તપાસ શરૂ કરી હતી, તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી માહિતી મેળવતા દુષ્કર્મ આચરનાર શખ્સ બિહારનો રહેવાસી નીરજ નારાયણ ઋષિ હોવાનું બહાર આવ્યું હતું.
ભીલડી પોલીસે ખાનગી રહે તપાસ કરતા આરોપી પંજાબમાં છુપાયો હોવાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીને પંજાબના પટીયા જિલ્લાના રાજપુરા ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે અત્યારે આરોપીને ઝડપી જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.