Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇક્વિટી અને પ્રાઇમરી માર્કેટ માટે 2022નું વર્ષ ભલે નિરાશા જનક રહ્યું હોય. આઇપીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ રિટર્નના બાબતે જોઇએ તો ઇક્વિટી માર્કેટની સરખામણીમાં આઇપીઓમાં રોકાણકારોને સારી કમાણી કરાવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં પ્રારંભિક જાહેર ભરણાં (આઇપીઓ) દ્વારા શેરના વેચાણમાં ઘટાડો થયો હોવા છતાં આ ઈસ્યુએ સરેરાશ 50 ટકા વળતર આપ્યું છે. પ્રાઇમરી સાથે ગ્રે માર્કેટમાં પણ આકર્ષક પ્રિમિયમ બોલાઇ રહ્યાં છે. છેલ્લા બે માસમાં આવેલ આપીઓમાં ગ્રે માર્કેટમાં 20-100 ટકા સુધીના પ્રિમિયમ બોલાયા છે.


જ્યારે સેન્સેક્સ માત્ર 1.6 ટકા વધ્યો છે. 2022ના વર્ષમાં અત્યાર સુધીમાં 51 IPO એ કુલ રૂ.38155 કરોડ એકત્ર કર્યા છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 55 ઇશ્યુ દ્વારા રૂ. 64,768 કરોડ એકત્ર કરાયા હતા. ગત વર્ષની સરખામણીમાં 2022માં માત્ર આઠ મોટા ટિકિટ ઇશ્યૂ હતી. જેમાં રૂ.20500 કરોડથી વધુની LIC સૌથી મોટી રહી હતી પરંતુ સૌથી ખરાબ પ્રદર્શન કરનાર પૈકીની એક છે. જ્યારે 33 કંપનીઓએ રૂ. 1000 કરોડથી વધુ એકત્ર કર્યા હતા.

બેંક ઓફ બરોડા હાઉસના અર્થશાસ્ત્રી દીપાન્વિતા મજુમદાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 સુધીમાં સેન્સેક્સમાં 20 ટકાના વધારાની સરખામણીમાં આઇપીઓએ 74 ટકાનું રિટર્ન આપ્યું છે પરંતુ રૂ. 1,000 કરોડથી વધુની ઇશ્યુ પ્રાઇઝ ધરાવતા મોટા કદના 16 IPO ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યા છે. સમગ્ર 2021 દરમિયાન કંપનીઓએ માર્કેટમાંથી રૂ.121680 કરોડ એકત્ર કર્યા હતા અને એપ્રિલ અને ઓક્ટોબર 2021 વચ્ચે ઈન્ડેક્સ 40000 પોઇન્ટથી વધીને 60000 પોઇન્ટ પર પહોંચ્યો હોવાથી સેન્સેક્સની તેજીને આભારી હોઈ શકે છે. 2021ના ઇશ્યૂમાંથી, 2022માં 15 ટકાની સરખામણીમાં 20 ટકાથી વધુના પ્રીમિયમ પર લિસ્ટેડ 30 ટકા, અને 2021ના 50 ટકા ઇશ્યૂએ 20 ટકાથી વધુ વળતર આપ્યું છે જે 2022માં 43 ટકા છે.