ધવારનું રાશિફળ:બુધવારનો દિવસ મીન જાતકો માટે શુભ રહેશે, આ રાશિના લોકોની આવડત અને યોગ્યતાના વખાણ થઈ શકે છે
13 કલાક પહેલા
9 નવેમ્બર, બુધવારના રોજ કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રમાં રહેશે. તુલા રાશિને વધારાની આવક થવાના યોગ છે. વૃશ્ચિક રાશિને રોકાણમાં ફાયદો થઈ શકે છે. મીન રાશિને નસીબનો સાથ મળશે. મેષ રાશિએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. મકર રાશિએ વધુ મહેનત કરવી પડશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને ડિપાર્ટમેન્ટમાં ફેરફાર થવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
9 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- અનુભવી તથા જવાબદાર લોકોના સાનિધ્યમાં રહેવાથી તમને પણ કશુંક શીખવા મળશે. થોડા દિવસોથી ચાલી રહેલી ભાગદોડના કારણે આજે તમે આરામ અને સુકૂન મેળવવાના મૂડમાં રહેશો. કોઈ ધાર્મિક ગતિવિધિ પણ શક્ય છે.
નેગેટિવઃ- પારિવારિક ક્રિયાઓમાં પણ તમારું યોગદાન ચોક્કસ આપો. નહીંતર પરિવારના લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કોઇપણ રાજનૈતિક ગતિવિધિઓનો ખુલ્લેઆમ વિરોધ ન કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં હિસાબ-કિતાબને લગતી પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે.
લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી નબળાઈ અનુભવ કરશો.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ તથા આર્થિક ગતિવિધિઓમાં કેન્દ્રિત રહેશે. પરિવારના લોકો પાસેથી સલાહ લેવી પણ તમારા માટે હિતકારી રહેશે. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા આપી શકે છે.
નેગેટિવઃ- બાળકોના કરિયરને લગતા કોઈપણ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. અર્થ વિના અન્ય લોકોની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં.
વ્યવસાયઃ- વેપારમા નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
લવઃ- કામ સાથે-સાથે તમારા લગ્નજીવન તથા પરિવારના લોકો માટે સમય કાઢો
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાનીઓ રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- કોઈ સંબંધીના ઘરે આવવાથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકે છે. ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. ઘરને લઈને લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ યોગ્ય સાબિત થઈ શકે છે.
નેગેટિવઃ- એવું પણ ધ્યાનમાં રાખો કે ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો. યુવા વર્ગ ખોટું હરવા-ફરવામા પોતાનો સમય ખરાબ ન કરે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ફેરફારને લગતી યોજનાઓ ઉપર કામ થઈ શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજા ચાલી રહેલી નાની-મોટી વાતોને ઇગ્નોર કરે.
સ્વાસ્થ્યઃ- માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગતિવિધિઓ યોગ્ય રાખવી જરૂરી છે. જોકે, ઘરને લગતી જવાબદારીને તમે યોગ્ય રીતે અને ગંભીરતાથી નિભાવશો.
નેગેટિવઃ- અચાનક જ કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે જેમાં કાપ કરવો શક્ય નથી. આ સમયે ધૈર્ય રાખવું જરૂરી છે. તમારી સફળતાનો અન્ય લોકો સામે દેખાડો ન કરો. તેનાથી દગો મળી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં વિઘ્નો દૂર થશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામા આજે થોડો સુધાર અનુભવ થશે અને તમે ભરપૂર એનર્જી અનુભવ કરશો. પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. આ નિર્ણય પોઝિટિવ જ રહેશે.
નેગેટિવઃ- આજે આખો દિવસ વ્યસ્ત રહેશો. તેના કારણે થાક અને ચીડિયાપણું અનુભવ કરી શકો છો. વધારે જવાબદારીને તમારા ઉપર લેશો નહીં. ક્ષમતા પ્રમાણે જ કાર્યો પૂર્ણ કરો.
વ્યવસાયઃ- કોઇ વ્યવસાયિક કાર્યોમાં વિઘ્ન આવવાથી રાજનૈતિક સંપર્કોની મદદ લેવી યોગ્ય રહેશે.
લવઃ- પરિવારમાં પ્રેમપૂર્ણ અને સુખમય વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરવી યોગ્ય નથી.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- નાણાંકીય સ્થિતિમાં થોડો સુધાર આવશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળવાથી રાહત અનુભવ થશે. મનમુટાવ દૂર કરવા માટે સમય અનુકૂળ છે. યુવાઓને નોકરીને લગતા કોઈ ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાના યોગ છે.
નેગેટિવઃ- ઘરમાં નાની વાતને લઇને અકારણ જ તણાવ ઊભો થઈ શકે છે. આ ખોટી વાતોને ઇગ્નોર કરો તથા ગુસ્સો કરવાથી બચવું. ઘરમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે વડીલ સભ્યોનું યોગ્ય યોગદાન રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ જળવાયેલો રહેશે.
લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનના કારણે હળવો તાવ રહી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી સુકૂન અને રાહત મેળવવા માટે થોડો સમય અધ્યાત્મ અને મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી તમે ઊર્જાવાન અનુભવ કરશો. યુવાઓ કરિયરને લગતી શક્યતાઓને યોગ્ય રીતે પસંદ કરવામાં સફળ રહેશે.
નેગેટિવઃ- રાજનૈતિક લોકો તથા ગતિવિધિઓથી દૂર રહો. હાલ તમારે તેને લગતી વધારે જાણકરી લેવાની જરૂરિયાત છે. આ સમયે કોઈપણ રિસ્ક પ્રવૃત્તિના કામમા રસ ન લેશો.
વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં કારોબારમાં વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારી અંદર પોઝિટિવ પરિવર્તન લાવશે. કામ વધારે હોવા છતાં મિત્રો તથા સંબંધીઓ સાથે પણ સંપર્ક જળવાયેલો રહેશે. કોઇ મિત્ર દ્વારા સુંદર ભેટ મળી શકે છે.
નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે સંબંધો મધુર જાળવી રાખો. એકબીજા સાથેના સંબંધોમાં ઈગોની સ્થિતિ આવવા દેશો નહીં. કેમ કે તેની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી મંદીનો સમયગાળો રહી શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવની સ્થિતિથી તમે દૂર રહો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- કોઈ ખાસ પ્રોજેક્ટ ઉપર રોકાણ કરવું ખૂબ જ લાભદાયક રહેશે. ભવિષ્યમાં પણ તેનું યોગ્ય પરિણામ મળી શકશે. એટલે આ તકને હાથમાંથી ગુમાવશો નહીં. અસમંજસની સ્થિતિ ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહ લઇને કરવું યોગ્ય રહેશે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોની વાતોમાં આવશો નહીં. થોડા લોકો તમને ઉસ્કેરવાની કોશિશ કરશે. તમે તમારા કાર્યોમાં જ વ્યસ્ત રહો. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા કરવું ખોટું રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં ફેરફારને લગતા કાર્યોનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં ગેરસમજ ન જોઈને લગ્નજીવનમાં તાલમેલ જાળવી રાખે.
સ્વાસ્થ્યઃ- વધારે થાકના કારણે નસમા દુખાવો અનુભવ થઈ શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- સુકૂન મેળવવા માટે તમારી દિનચર્યામા થોડું પરિવર્તન લાવો. તેનાથી વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. મહિલાઓને તેમની યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
નેગેટિવઃ- જ્યાં સુધી તમને કોઈ પરિણામ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તમારી યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કઇંક નવું કરવાની કોશિશ અમુક હદે સફળ થઈ શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.
સ્વાસ્થ્યઃ- કોઇ સમયે નકારાત્મક વિચાર ઊભા થવાથી તણાવ અને થાક અનુભવ થશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. જે યોગ્ય રહેશે. કોઈ મિત્રનો સહયોગ પણ તમારી મુશ્કેલીઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી દિનચર્યા વ્યવસ્થિત થઈ જશે.
નેગેટિવઃ- અન્ય લોકોની જવાબદારીઓને હાલ તમારી ઉપર લેશો નહીં. કેમ કે નબળઈ અને થાકના કારણે તમે તેને પૂર્ણ કરી શકશો નહીં. વિદ્યાર્થીઓ ખોટી વાતોમાં પડીને પોતાના અભ્યાસને ખરાબ ન કરે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે વધારે સમય આપી શકશો નહીં.
લવઃ- લગ્નજીવન તથા પ્રેમ બંનેમા અનુકૂળતા રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને યોગ્ય જાળવી રાખવામં કોઇ પ્રકારની બેદરકારી ન કરો.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આત્મ વિશ્વાસ અને થોડી સાવધાની તમને તમારા કાર્યોમાં સફળતા આપશે. તમારા કોઇ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતના પણ વખાણ થઈ શકે છે.
નેગેટિવઃ- નાણાકીય કાર્યોમા હિસાબ-કિતાબ કરતી સમયે સાવધાની જાળવો. ઘરના વડીલો સાથે વિવાદમાં પડીને તેમને નિરાશ ન કરો. જોખમી કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરવાથી નુકસાન થવાની શક્યતા છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- આજે કોઇ ખૂબ જ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.