Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ગ્રુપના ઘણા ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારતની મદદ માગી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ એજન્સી SEC એ ભારતના કાયદા મંત્રાલય પાસેથી મદદ માગી છે.


આ કેસ 26.5 કરોડ ડોલરની કથિત શેર હેરાફેરી અને લાંચ સાથે સંબંધિત છે. અમેરિકાનું SEC અદાણી ગ્રુપની તપાસ કરી રહ્યું છે. SEC એ ન્યૂયોર્કની એક કોર્ટને જણાવ્યું હતું કે ગૌતમ અને સાગર અદાણીને કોર્ટ નોટિસ ફટકારવાની કોશિશ શરૂ છે. હાલ બંને ભારતમાં છે.

જોકે, બિઝનેસમેન ગૌતમ અદાણી સહિત 8 લોકો ઉપર આરોપ છે કે તેમણે ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને છેતરપિંડી દ્વારા પ્રાપ્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ મેળવવા માટે તેમણે 2 કરોડ રૂપિયા લાંચ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં કેસ નોંધાયો હતો.