ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે હેટ્રિક લીધી. તેમ છતાં મધ્યપ્રદેશે આ મેચ 4 વિકેટે જીતી લીધી.
DY પાટીલ એકેડમીમાં રમાયેલી મેચમાં મધ્યપ્રદેશે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આંધ્ર પ્રદેશની ટીમ 19.1 ઓવરમાં 112 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. મધ્યપ્રદેશે 113 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો.
મધ્યપ્રદેશ તરફથી રિષભ ચૌહાણે 47 અને રાહુલ બાથમ અણનમ 35 રનની ઇનિંગ રમી. 23 રન આપીને ચાર વિકેટ લેનાર શિવમ શુક્લા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.
આ જીત બાદ મધ્યપ્રદેશની ટીમ ગ્રુપ Aના સુપર લીગ પોઈન્ટ્સ ટેબલના ટોચ પર આવી ગઈ છે. ટીમે પહેલી જ મેચ જીતીને 4 અંક મેળવી લીધા છે. જ્યારે આંધ્રપ્રદેશની ટીમ બીજા સ્થાને છે. ગ્રુપ Bમાં હરિયાણાએ રાજસ્થાનને 7 વિકેટે હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આંધ્રની ખરાબ શરૂઆત, 7 બેટર્સ દસના આંકડા સુધી પહોંચી શક્યા નહીં ટોસ હારીને બેટિંગ કરી રહેલા આંધ્ર પ્રદેશની શરૂઆત ખરાબ રહી. ટીમે 7 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અશ્વિન હેબર અને શેખ રશીદ ખાતું ખોલી શક્યા નહીં. બંનેને ત્રિપુરેશ સિંહે પેવેલિયન ભેગા કર્યા. શરૂઆતની 13 બોલ પર 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રીકર ભરત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગ્સ સંભાળી. બંનેએ 50 રન જ જોડ્યા હતા કે વેંકટેશ અય્યરે ભરતને કૉટ આઉટ અને બોલ્ડ કર્યો. તે 39 રન બનાવીને આઉટ થયો.
કેપ્ટન રિકી ભુઈએ 11 રનનું યોગદાન આપ્યું. નીતિશ રેડ્ડીએ 25 રન બનાવ્યા. મધ્યપ્રદેશ તરફથી શિવમ શુક્લાએ 23 રન આપીને 4 વિકેટ ઝડપી. જ્યારે ત્રિપુરેશ સિંહે 31 રન આપીને 3 વિકેટ ઝડપી. રાહુલ બાથમ ને બે અને વેંકટેશ અય્યર ને એક વિકેટ મળી.