રાજકોટના જયાનંદ ધામના આંગણે ગોંડલ તપગચ્છ જૈન સંઘના ચાર ભાગ્યશાળી શ્રાવિકા બહેનો દ્વારા મહામંગલકારી ઉપધાન તપ આરાધના શરૂ કરવામાં આવી છે. શ્રાવિકા બહેનોનો માળા પહેરામણીનો મહોત્સવ તા.20ને બુધવારે યોજાશે. નોંધનીય છે કે નવકારની આરાધના માટે યોગ્યતા મેળવવી હોય તો ઉપધાન તપ આરાધના કરીને પરમાત્મા પાસેથી પ્રમાણપત્ર લેવું આવશ્યક હોય છે અને તેના અનુસંધાને આ ચાર બહેનોએ તપ આરાધના શરૂ કરી છે.
હાલ રાજકોટમાં કાલાવડ રોડ જૈન સંઘ આયોજીત આચાર્ય ભગવંત જયશેખરસૂરિશ્વરજી મ.સા. તથા સાધ્વીજી અર્હતક લાજી તથા નમ્રકલાજી મ.સા. ની પાવન નિશ્રામાં જયાનંદ ધામના આંગણે મહામંગલકારી ઉપધાન તપની આરાધના ચાલુ છે.