Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાને T20માં સેમિફાઈનલમાં હાર મળ્યા પછી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ હાલ હવે મજાક ઊડાડી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના ચીફ રમીઝ રાજા, શોએબ અખ્તર અને વસીમ અકરમ જેવા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાની વાત કરી છે.

રમીઝ રાજાએ કહ્યું હતું કે 'અબજો ડોલરની લીગના ક્રિકેટર્સ પાછળ રહી ગઈ અને પાકિસ્તાન આગળ નીકળી ગઈ.' તો દુનિયાના સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈન્ડિયન પેસ બેટરી વિશે કહ્યું હતું કે 'ભારતમાં કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી.' પૂર્વ કેપ્ટન વસીમ અકરમે આ વિશે કહ્યું હતું કે 'IPL એકદમ કામ વગરની લીગ રહી છે.'

ભારત-પાકિસ્તાન ફાઈનલ નહિ થવાના સવાલ પર રમીઝે કહ્યું હતું કે 'ઘણા લોકોએ ટીમ પર શંકા વ્યક્ત કરી હતી. આ વર્લ્ડ કપએ દેખાડી દીધું છે કે વર્લ્ડ ક્રિકેટ કેટલા પાછળ રહા ગયા છે અને પાકિસ્તાન કેટલું આગળ નીકળી ગયું છે. આ વર્લ્ડ કપમાં બિલિયન-ડોલરની ઇન્ડસ્ટ્રીવાળી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ નીકળી ગયા છીએ. અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે જ અમે આ અંગે જશ્ન મનાવાનો હક છે.'

શોએબ અખ્તરે કહ્યું હતું કે 'ઈન્ડિયાની શરમજનક હાર... આ ટીમ ખૂબ જ ખરાબ રમી અને તેઓ આને જ લાયક હતી. હૈરાનીની વાત છે કે તમે એક પણ વિકેટ લઈ શક્યા નથી. તમારી બોલિંગ પૂરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. ભારતની પાસે કંડીશનલ ફાસ્ટ બોલર છે. કંડીશન સારી હોય, તો સારી બોલિંગ કરે છે... બાકી નહિ. કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી. સિલેક્શન પણ કન્ફ્યૂઝ કરે છે. વિચાર્યું હતું કે મેલબોર્નમાં સાથે ફાઈનલ રમીશું, પણ એવું થયું નહિ...'


એક પાકિસ્તાની છાપા સાથે વાતચીતમાં ટીમ ઈન્ડિયાના કોટ રાહુલ દ્રવિડના નિવેદન વિશે પ્રતિક્રિયા આપતા વસીમ અકરમે કહ્યું હતું કે 'IPLનો કોઈ ફાયદો નથી.' અકરમે દલીલ કરી હતી કે 'ભારત 2007માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેના પછી જ 2008માં IPL આવ્યું હતું. આ પછી ભારત ક્યારેય પણ વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. આનો મતલબ એ જ છે તે IPLનો કોઈ જ ફાયદો થયો જ નથી.'

સેમિફાઈનલ મેચ પછી રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ વિદેશી લીગ અને ખાસ કરીને બિગ બૈશ લીગ રમવાના સવાલ પર કહ્યું હતું કે 'અમારી પાસે વિદેશી લીગ રમવાનો ટાઈમ નથી.'