બુધવારે એટલે કે 22 માર્ચથી ચૈત્ર મહિનાનો પ્રારંભ થશે. બુધ અને શુક્રના કારણે આ મહિનો શુભ રહેશે. ચૈત્ર નવરાત્રી બુધવારથી શરૂ થશે તેને રામરાત્રી પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, બુધના રાજા હોવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ધાર્મિક કાર્યક્રમો પણ વધુ થશે. આ વર્ષે કારકોટક નામનો સર્પ રહશે અને તમા નામના વાદળનો વરસાદ થશે. તો શુક્ર પ્રધાન હોવાથી વૈભવ અને સંપત્તિમાં વધારો થશે. ચૈત્ર નવરાત્રીની અંતિમ તિથિ નવમીના દિવસે શ્રી રામનો પ્રગટ ઉત્સવ મનાવવામાં આવે છે. નવરાત્રિમાં શ્રી રામ ચરિત માનસનો પાઠ કરવો જોઈએ અને પોતાના ઇષ્ટ દેવતાના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ચૈત્ર નવરાત્રીમાં ગ્રહની સ્થિતિ કંઈક આવી રહેશે
આ ચૈત્રમાં નવરાત્રિની શરૂઆતમાં ગુરુ પોતાની રાશિ મીન રાશિમાં સૂર્યની સાથે બિરાજમાન રહેશે. શનિ તેની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. શુક્ર અને રાહુની યુતિ મેષ રાશિમાં રહેશે. શનિની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ શુક્ર-રાહુ પર રહેશે. આ કારણે ચૈત્ર નવરાત્રિમાં તંત્ર સંબંધિત અટકેલા કામ ઝડપથી સફળ થઈ શકે છે. આ નવરાત્રિ દરેકને સફળતા અપાવશે. આ સમયે સંયમથી કામ લેશો તો સારું રહેશે.
ચૈત્ર નવરાત્રીમાં આ શુભ કામ કરી શકાય
ચૈત્ર નવરાત્રીમાં મંત્રનો જાપ અચૂક કરવો જોઈએ. નવરાત્રીમાં શ્રી રામનું ધ્યાન કરવું જોઈએ. રામ નામ અને દેવી મંત્રોના નામનો જાપ અચૂક કરો. શ્રી રામ ચરિત માનસ, દેવી સુક્ત અને દેવી પુરાણનો પાઠ કરવાથી ભક્તના તમામ દુઃખો દૂર થઈ શકે છે.
નવરાત્રિમાં પૂજાની સાથે ધ્યાન કરવાથી તણાવ દૂર થાય છે. મનને શાંતિ મળે છે અને સંતોષની લાગણી વધે છે. સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા વધી જાય છે. દેવીની કૃપાથી ભક્તોના તમામ વિઘ્નો દૂર થાય છે.