Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો ઉદ્દેશ ધરાવતા ભારતે પોતાનાં ચલણની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવું જોઈએ કે બનવું પડશે. આ માટે પોલીમરની ચલણી બેંકનોટ તરફ વળવું તાર્કિક પગલું બની શકે છે, કારણ કે એનાથી બનાવટી ચલણ બેંકનોટોની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળશે અને લાંબા ગાળે આ વધારે વાજબી વિકલ્પ પણ છે. સરકાર દર વર્ષે ફાટી ગયેલા, ગંદી, વળી ગયેલી કે અસ્પષ્ટ થઈ ગયેલી ચલણી નોટો બદલવા લાખો નવી ચલણ બેંકનોટ પ્રિન્ટ કરે છે. પેપર પર પ્રિન્ટ થતી ચલણી બેંકનોટ તેમાં ઉપયોગ થતી સામગ્રીની મર્યાદાઓને કારણે ટૂંકા ગાળા માટે સર્ક્યુલેશનમાં રહે છે.


આપણો દેશ બનાવટી ચલણી નોટોની સમસ્યાનો સતત સામનો કરે છે, જે આર્થિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે. આરબીઆઈના તાજેતરના વાર્ષિક અહેવાલના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે, અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં રૂ. 10, રૂ. 20, રૂ. 200, રૂ. 500 અને રૂ. 2,000ના મૂલ્યોની બનાવટી ચલણી નોટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન બેંકો અને આરબીઆઈએ કુલ 2,30,971 બનાવટી ચલણી નોટોની ઓળખ કરી હતી. આ પાસાંઓને આવરી લઈને નવી દિલ્હી-સ્થિત સ્વતંત્ર સંશોધનલક્ષી થિંક-ટેંક-કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક અંડરસ્ટેન્ડિંગ (સીઆઇઇયુ)એ “મેકિંગ ઇન્ડિયા આત્મનિર્ભર ઇન કાઉન્ટરફેઇટ પ્રૂફ કરન્સી” નામનું એક સંશોધનપત્ર જાહેર કર્યું છે.

તેમાં ભારતમાં પોલીમર ચલણ અને એના સંભવિત ફાયદાની પ્રસ્તૂતીનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “ભારતની રાષ્ટ્રીય આર્થિક સુરક્ષા અને ચલણી બેંકનોટ જે ભૂમિકા ભજવે છે એને ધ્યાનમાં રાખીને સરકારે દુનિયાના અન્ય ઘણા દેશોની જેમ પોલીમર બેંકનોટ પ્રસ્તુત કરવાની શક્યતાનું મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે.