ગૂગલે તેનું ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ વેચવું પડી શકે છે. હકીકતમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝર વેચવા માટે ગૂગલ પર દબાણ લાવી શકે છે. આ મામલે કોર્ટ નિર્ણય આપી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ સર્ચ પર અન્યાયી રીતે માર્કેટને કબજે કરવાનો આરોપ છે. યુએસ સરકાર ગૂગલ ક્રોમનો એકાધિકાર ઘટાડવા માગે છે. આ માટે આ પગલું ભરી શકાય છે.
ઓગસ્ટમાં એક નિર્ણયમાં યુએસ કોર્ટે ગુગલને એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષી ઠેરવ્યું હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ગૂગલે સર્ચ અને એડવર્ટાઇઝિંગ માર્કેટમાં પોતાની એકાધિકારનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો છે. જે સાબિત કરે છે કે કંપની મોનોપોલીસ્ટ છે અને પોતાનો ઈજારો જાળવી રાખવા માટે કામ કર્યું છે.