Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 9 ડેમમાં નવાં નીરની આવક થઈ છે. જ્યારે ભાદર- 1 ડેમ છલકવાને આડે હવે માત્ર દોઢ ફૂટનું છેટું છે. આ સિવાય રાજકોટ જિલ્લાના આજી-1 સહિત સાત ડેમ ફરી છલકાયા છે. ડેમમાં પાણીની સપાટી વધી જતા નજીકના ગામોને એલર્ટ રહેવા માટે તાકીદ કરાઈ છે.


ઉપરવાસના વરસાદને કારણે આજી-1, ફાડદંગ બેટી, આજી-2,વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર- 2 ડેમ ઓવરફ્લો થયા છે.

આથી આ તમામ ડેમ હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને નદીના પટમાં અવરજવર નહિ કરવા ફ્લડ કંટ્રોલે તાકીદ કરી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા બેડી, મનહરપુર, રોણકી, થોરાળા ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઇ છે. હાલ ડેમમાં પાણીની સપાટી 147.52 મીટર છે.

આ સિવાય રાજકોટ તાલુકાના ફાડદંગ બેટી જળાશય ઓવરફ્લો થવાથી રાજકોટ, બેડલા, જામગઢ, લાંબા કોટડા, ફાડદંગ, રફાળા, રામપરા,મઘરવાડા, પારેવાળા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તાકીદ કરાઈ છે. પડધરી તાલુકામાં આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતા પડધરી, અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા,ગઢડા, હરિપર, ખંઢેરી સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઇ છે. હાલ જળાશયની સપાટીનું લેવલ 72.5 મીટર છે.