Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્શન વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશન વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કરવામાં આવી રહેલા કામને કારણે જામનગર-વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી 27મી નવેમ્બર સુધી રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 23થી 27 નવેમ્બર સુધી રદ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 22થી 26 નવેમ્બર સુધી રદ રહેશે. ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકે છે.


દક્ષિણ રેલવેમાં સેલમ યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ પ્રભાવિત થનાર ટ્રેન પૈકી 29 નવેમ્બર-2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા સાલેમ-ઈરોડ-ખાકરાલા રોડ થઈને ચાલશે.