ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વિક્ટ્રી પરેડમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા હતા. તેમની પુત્રી કિમ જુ એ પણ તેમની સાથે ત્યાં પહોંચી હતી. કિમ જુને દેશની લાડલી દીકરી પણ કહેવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિમ જુ એ ને કિમ જોંગના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જુ પહેલીવાર તેના પિતા સાથે દેશની બહાર આવી છે.
જુ 12 વર્ષની છે. તે 2022થી તેના પિતા સાથે લશ્કરી પરેડ, શસ્ત્ર પરીક્ષણ અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં જઈ રહી છે.
કિમ જુ એને અગાઉ તેના પિતા સાથે ઉત્તર કોરિયામાં અનેક જાહેર લશ્કરી કાર્યક્રમોમાં હાજરી આપી છે. દેશની બહાર આ તેમનો પહેલો પ્રવાસ છે.
આ યાત્રાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે કે શું કિમ તેમની પુત્રીને ભાવિ ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જુને ચીન લઈ જવું એ તેમના વધતા દરજ્જાની નિશાની છે.
બેઇજિંગ રેલવે સ્ટેશન પર તેને તેના પિતા સાથે ઊભેલી જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તેને વિદેશમાં પણ ઉત્તર કોરિયાની નંબર 2 માનવામાં આવે છે. આ રીતે કિમ જોંગ-ઉન વિશ્વને સંદેશ આપી રહ્યા છે કે જુ-એ તેમના ઉત્તરાધિકારી હશે.