રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢ પી.આઇ. સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં પી.આઇ.પાદરીયાએ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વેર ઝેર છે અને નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ કહી હુમલો કર્યો હતો. હાલ જયંતિભાઈ સરધારા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, જયંતિભાઈ સરધારા સરદારધામના ઉપપ્રમુખ છે.
જયંતીભાઈ સરધારાએ ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમા પી.આઇ. સંજય પાદરીયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદાર છો તે સરદારધામમાં ઉપપ્રમુખ ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. એટલે મેં કહ્યું હું તો સામે થયો જ છું. મેં કોઈ પાપ નથી કર્યું અને મેં કોઈ ખરાબ કામ નથી કર્યું.