Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટેક્સટાઇલ અને હીરા નગરી તરીકે ઓળખાતું સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. સુરતની પહેલી યુવતીએ 22 ફેબ્રુઆરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે, ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીનું પરિવારજનો અને શહેરીજનોએ અદકેરું સ્વાગત કર્યું હતું. ભારતમાંથી 14 યુવતીઓને મ્હાત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે.

સુરતની 19 વર્ષીય કોલેજીયન ગર્લ શ્રદ્ધા પટેલ દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં હાજર રહી હતી. જ્યાં દેશભરમાંથી આવેલી 14 યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ વર્લ્ડ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે.

ટેક્સટાઈલ અને એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રહાસ પટેલની દીકરી શ્રદ્ધા પટેલ બાળપણથી જ મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત હતી. ત્યારે આજે ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાની તક મળતા સમગ્ર સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા પટેલે કહ્યું કે, મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હતી. આ અગાઉ હું મિસ ટીન ઇન્ડિયા 2021નો તાજ જીતી ચૂકી છું. મોડલ સુરત વાવ એવોર્ડ, મિસ સ્ટાર ફ્રેશ ઓફ ઇન્ડિયા 2020 સહિતના અસંખ્ય એવોર્ડ જીતી ચૂકી છું. પિતાને કેન્સરનું ઓપરેશન 2019માં થયું હોવા છતાં પણ તૈયારીઓમાં સતત સમય આપતી હતી અને તેના કારણે જ આજે આ લેવલે પહોંચતા ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છું.