Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સોમવારે સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી.


ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.