એપલ ભારતમાં iPhone 16 સિરીઝના પ્રો-મોડલને લોન્ચ કર્યા પછી તરત જ એસેમ્બલ કરશે. તેની એસેમ્બલી માટે 'નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડક્શન'ની પ્રક્રિયા ટૂંક સમયમાં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ફોક્સકોનના પ્લાન્ટમાં શરૂ થશે. એપલે iPhone 16 Pro અને Pro Maxના ઉત્પાદન માટે અહીં કર્મચારીઓને તાલીમ આપવાનું પણ શરૂ કર્યું છે.
આ ફોનના વૈશ્વિક લોન્ચ થયા બાદ ભારતમાં તેની એસેમ્બલી શરૂ થશે. એપલ મેડ ઈન ઈન્ડિયા આઈફોન 16 એ જ દિવસે ઉપલબ્ધ કરાવશે જે દિવસે વિશ્વભરમાં વેચાણ શરૂ થશે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના મતે એપલ ચીનની બહાર આઈફોન પ્રોડક્શનમાં વિવિધતા લાવવા જઈ રહી છે અને ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ વધારવા જઈ રહી છે. ઉપરાંત, આવકનો સ્ત્રોત ભારતમાં શિફ્ટ થઈ રહ્યો છે.