Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ અને કચ્છના ગાંધીધામમાં હવે એલટી લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ પીજીવીસીએલએ હાથ પર લીધો છે. આ માટે કુલ 1233 કરોડ રૂપિયાની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેની મંજૂરી મળી જતાં રાજકોટમાં કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ સહિત કુલ 8 સબ ડિવિઝન વિસ્તારમાંથી તબક્કાવાર કુલ 5.60 લાખ વીજપોલ દૂર કરી દેવામાં આવશે.


બે વર્ષના સમયગાળામાં કુલ 2000 સોસાયટીમાંથી વીજપોલ દૂર કરીને અન્ડરગ્રાઉન્ડ લાઈન બિછાવી દેવામાં આવશે. આ માટે 6 સબ ડિવિઝનમાં 70-70 કરોડ રૂપિયાના ટેન્ડર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ખોખળદડ અને વાવડી સબ ડિવિઝનમાં 11KV લાઈન પણ અન્ડરગ્રાઉન્ડ કરવાની હોવાથી ત્યાં બે તબક્કે 70-70 મળી કુલ 140 કરોડના ટેન્ડર કરવામાં આવશે.

કચ્છના ગાંધીધામમાં પણ એચટી અને એલટી લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરવા માટે 533 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. જ્યારે રાજકોટમાં 8 સબ ડિવિઝનમાં એલટી અને એચટી લાઈન જમીનમાં બિછાવવા માટે કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમ પીજીવીસીએલના અધિકારીએજણાવ્યું હતું.