બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બ્રિસ્બેન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ મંગળવારે એડિલેડમાં વ્યાપક પ્રેક્ટિસ કરી હતી. ટીમના વાઇસ કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને આરામ આપ્યો હતો. ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે.
ટીમ ઈન્ડિયા હાલ એડિલેડમાં છે. બીજી મેચ અહીં રમાઈ હતી. ટીમ ટૂંક સમયમાં બ્રિસ્બેન જવા રવાના થશે. BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5 મેચમાં બન્ને ટીમ 1-1થી બરાબરી પર છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રને જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 10 વિકેટે જીતી લીધી હતી. સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે.