Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવા વર્ષની ઉજવણી વચ્ચે રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં કારમાં સવાર કેટલાક યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ યુવકો કાર લઈને નાશી રહ્યા હતા. અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી. તેના કપડાં પણ ફાટી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

આઉટર દિલ્હીના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તા પર નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં યુવતીની લાશ પડી હતી. પોલીસે આ કેસમાં 5 યુવકોની ધરપકડ કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.

યુવતીની માતાએ કહ્યું- મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી. તે ગઈ કાલે પંજાબી બાગમાં કામ કરવા ગઈ હતી. તે સાંજે 5.30 વાગ્યે ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે 10 વાગ્યા સુધીમાં પરત આવી જશે. મને સવારે તેના અકસ્માત વિશે જણાવવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી મેં તેનો મૃતદેહ જોયો નથી.

પ્રાથમિક તપાસ મુજબ 23 વર્ષની યુવતી લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. તે શનિવાર-રવિવારે રાત્રે આવા જ એક ફંક્શનમાંથી કામ કરીને પરત ફરી રહી હતી. તે સ્કૂટી પર પાતોના ઘરે જઈ રહી હતી. જ્યારે, પાંચ આરોપી યુવકો પણ તેમની કારમાં તે જ રૂટ પર જઈ રહ્યા હતા.

અહેવાલો અનુસાર, સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ. આ પછી યુવકો ઝડપથી નાશી જવા લાગ્યા હતા અને યુવતી લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ હતી અને સુલતાનપુરથી તે કાંઝાવાલા વિસ્તાર સુધી ઢસડાતી ગઈ. તે રસ્તાની વચ્ચે તડપી રહેલી હાલતમાં પડી રહી હતી. તેના કપડા પણ ફાટી ગયા હતા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું.