ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. જોકે ટીમ ઈન્ડિયાને 9મી ઓવરમાં પહેલો ફટકો પડ્યો હતો. શુભમન ગિલ 22 બોલમાં 13 રન બનાવીને એડમ મિલ્નેની બોલિંગમાં આઉટ થયો હતો. તો કેપ્ટન શિખર ધવન પણ સસ્તામાં આઉટ થયા હતા. મિલ્નેએ બીજી વિકેટ ઝડપતા ધવન 45 બોલમાં 28 રન કરીને આઉટ થયા હતા. રિષભ પંત ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. અને તેઓ 10 રન બનાવીને આઉટ થયા હતા.
એડમ મિલ્ને ફરી ત્રાટક્યો હતો, અને સૂર્યકુમારને આઉટ કર્યો હતો. સૂર્યા 10 બોલમાં 6 રન બનાવીને આઉટ થયા હતા. તો શ્રેયસ અય્યરે થોડી લડત આપતા 49 રન બનાવ્યા હતા. દીપક હુડા પણ 12 રને સાઉધીની બોલિંગમાં આઉટ થયા હતા. ચેરિલ મિચેલે બીજી વિકેટ લેતા દીપક ચહરને 12 રને આઉટ કર્યો હતો.