ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા મંગળવારે સવારે મુંબઈથી રવાના થઈ ગઈ છે. ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈએ હરારેમાં રમાશે.
BCCIએ T-20 વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ રમવા ગયેલી ટીમના કેટલાક ખેલાડીઓ પણ આ ટીમમાં સામેલ છે. જો કે, તે હાલમાં તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાયેલા છે, પરંતુ બાકીના ખેલાડીઓ જે ભારતમાં હતા તેઓ મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ (માત્ર આ પ્રવાસ માટે) સાથે ઝિમ્બાબ્વે જવા રવાના થયા હતા.
બીસીસીઆઈએ તેમની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટીમની વિદાયની કેટલીક તસવીરો પણ શેર કરી છે. બાર્બાડોસમાં ફસાયેલા ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ ભારત આવ્યા બાદ ઝિમ્બાબ્વે જશે.