રાજકોટનાં 2 સાયકલિસ્ટે 61 કલાકમાં રોડ રસ્તા અને પહાડોને ચીરીને વડોદરાથી ગોવા પહોંચી 1200 કિલોમીટરની સાયકલિંગનો રેકોર્ડ બનાવ્યો છે. શહેરના 49 વર્ષિય બિઝનેસમેન પરેશ બાબરીયા અને 43 વર્ષિય હોમમેકર આરતીબેન ચાપાણીએ તા. 4ના સાંજે 7 વાગ્યે વડોદરાથી તા. 8ના બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે કે 4 દિવસમાં 89 કલાકમાં ગોવા સુધીની સાયકલ રાઈડ પૂર્ણ કરી હતી.
રાજકોટના સાહસિક સાયકલિસ્ટોએ 1200 કિમી 89 કલાકમાં કાપતા રેકોર્ડ સર્જ્યો છે. જેમાં 61 કલાક સાઇકલ ચલાવી હતી બાકીનો સમય રેસ્ટ કર્યો હતો. જોકે આ દરમિયાન રાજકોટના 2 સહિત 24 સાયકલિસ્ટોએ માત્ર 4 કલાકની ઊંઘ કરી હતી. આજે આ બંને સાયકલલિસ્ટ રાજકોટ પહોંચ્યા છે. પરેશભાઈની 65મી તો આરતીબેનની 50મી સાયકલ યાત્રા છે.