Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા જેમાં સાત વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતાને પણ ગંભીર ઇજા થવા પામી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડથી સાઇડમાં ચાલીને જતા માતા પુત્રને સિટીબસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી અડફેટે લીધા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે સીટી બસના ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.