Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની સંભાવના વર્ષ 2030 સુધીમાં રૂ.20 લાખ કરોડને આંબવાની છે. તે ઉપરાંત વર્ષ 2030 સુધીમાં સમગ્ર ઇવી ઇકોસિસ્ટમ મારફતે 5 કરોડ રોજગારીનું સર્જન થશે તેવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. ઇ-વ્હીકલ ઇન્ડસ્ટ્રીની ઇકોસિસ્ટમ પરની કોન્ફરન્સને સંબોધિત કરતા ગડકરીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઇનાન્સ માર્કેટનું કદ વર્ષ 2030 સુધીમાં રૂ.4 લાખ કરોડ પર પહોંચશે.


ભારતમાં 40% વાયુ પ્રદૂષણ પરિવહન ક્ષેત્રને કારણે થાય છે. આપણે રૂ.22 લાખ કરોડના અશ્મિભૂત ઇંધણની આયાત કરીએ છીએ, જે મોટો આર્થિક પડકાર છે અને આ અશ્મિભૂત ઇઁધણની આયાત સમસ્યાનું સર્જન કરી રહી છે. દેશમાં સૌર ઉર્જાની ક્ષમતા મજબૂત છે ત્યારે સરકાર 44% ગ્રીન એનર્જી પર ફોકસ કરી રહી છે.

અમે પહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિકાસને પ્રાથમિકતા આપીએ છીએ અને ત્યારબાદ સોલર પાવર, ગ્રીન પાવર પ્રોજેક્ટ પર ફોકસ કરીશું અને હવે આપણા દરેક માટે સૌર ઉર્જા એ સૌથી મહત્વપૂર્ણ સંસાધન છે. ભારત અત્યારે ઇલેક્ટ્રિક બસોની અછતનો સામનો કરી રહ્યું છે. આપણા દેશને એક લાખ ઇલેક્ટ્રિક બસની જરૂર છે, પરંતુ આપણી ક્ષમતા માત્ર 50,000 બસની છે. આ ફેક્ટરીનું વિસ્તરણ કરવા માટે યોગ્ય સમય છે.