FMCG કંપની Epigamiaના કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીનું નિધન થયું છે, તેઓ 42 વર્ષના હતા. અહેવાલો અનુસાર, 21 ડિસેમ્બરની મોડી રાત્રે રોહનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
મીરચંદાની NYU સ્ટર્ન અને વોર્ટન સ્કૂલના સ્નાતક હતા. તેમણે 2013માં ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલની સ્થાપના કરી, જે એપિગામિયાની મૂળ કંપની છે. એપિગામિયા એ ભારતમાં સૌથી મોટી ગ્રીક યોગર્ટ બ્રાન્ડ્સમાંની એક છે.
ડ્રમ્સ ફૂડના પ્રવક્તાએ કહ્યું કે અમે એપિગામિયા પરિવારમાં આ નુકસાનથી દુખી છીએ. રોહન અમારો માર્ગદર્શક, મિત્ર અને લીડર હતો. અમે તાકાત અને ઉત્સાહ સાથે તેના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરીશું. રોહનના મૂલ્યો અને દ્રષ્ટિ આપણને માર્ગદર્શન આપતા રહેશે.