ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 67મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું છે. ટીમ વર્તમાન સિઝનમાં 14 મેચમાંથી માત્ર 14 પોઈન્ટ જ બનાવી શકી છે. બીજી તરફ આ હાર બાદ મુંબઈ 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના ક્રમે છે.
હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન જ બનાવી શકી હતી.
LSG તરફથી નિકોલસ પૂરને 29 બોલમાં 75 રનની અડધી સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પિયૂષ ચાવલા અને નુવાન તુશારાએ 3-3 વિકેટ ઝડપી હતી. MI માટે, રોહિત શર્માએ 38 બોલમાં 68 રન બનાવ્યા, જ્યારે નમન ધીરે 62 રનની અણનમ ઇનિંગ રમી. રવિ બિશ્નોઈને 2 વિકેટ મળી હતી.