નવા વર્ષ 2025ની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વૅકેશનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કડકડતી ઠંડી વચ્ચે પખવાડિયાથી સહેલાણીઓનો ધસારો વધતા હોટલ, રિસોર્ટ, ભૂંગા ફૂલ છે.
રવિવારની રજાઓના મોટી સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા જેના કારણે સફેદ રણમાં વિવિધ રંગો સર્જાયા હતા.એક અંદાજ પ્રમાણે 1 લાખ જેટલા પ્રવાસીએ રવિવારે સફેદ રણની ચાંદની માણી હતી. ભાસ્કરના વાચકો માટે ખાસ વોચ ટાવર પરથી આ તસવીર લેવામાં આવી છે