જેટકો દ્વારા વિદ્યુત સહાયકની અગાઉની ભરતી પ્રક્રિયા રદ કરાયા બાદ ફરી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં 107 ઉમેદવાર બેઠા હતા અને પેપર ખૂબ જ સહેલું નીકળતા ઉમેદવારો ખુશખુશાલ થઇ ગયા હતા.
જેટકો દ્વારા પેપર લેવાયાના ગણતરીના કલાકોમાં જ આન્સર કી જાહેર કરી દેવામાં આવી હતી. જેટકો દ્વારા ભરતી પ્રક્રિયા નવેસરથી હાથ ધરાયા બાદ ગત વખતે પોલ ટેસ્ટમાં નાપાસ થવાના કારણે લેખિત પરીક્ષા આપી ન શકનારા ઉમેદવારો જો નવેસર લેવાનાર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટમાં પાસ થાય તો તેના માટે તા.7ને રવિવારે લેખિત પરીક્ષા ફરજિયાત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે 107 ઉમેદવાર આ વખતે લેખિત પરીક્ષા આપી હતી. જેટકો દ્વારા 75 પ્રશ્ન એમસીક્યુ પદ્ધતિથી પૂછવામાં આવ્યા હતા અને તેમાં સિમ્બોલના 26 પ્રશ્નો પૂછાયા હતા. આ પ્રશ્નો સરળ હોય વિદ્યાર્થીઓ આસાનીથી જવાબ આપી શક્યા હતા. પરીક્ષા લેવાયાના ગણતરીના કલાકોમાં જેટકો દ્વારા આન્સર કી જાહેર કરી દેવામાં આવી હતી.