મેષઃ-
પોઝિટિવઃ- રચનાત્મક અને ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે રસ રહેશે. કોઈ મિત્રનો મુશ્કેલીના સમયમાં તેનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. પડકારોનો સ્વીકાર કરવો તમારા મનોબળને વધારશે, સાથે જ સફળતાનો માર્ગ પણ ખોલશે.
નેગેટિવઃ- બાળકોની કોઇ ખોટી ગતિવિધિઓના કારણે તમને ચિંતા રહી શકે છે. તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. વ્યાવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ઉદેશ્યને લઇને કોઈ નજીકની યાત્રા શક્ય છે.
લવઃ- ઘરના કોઈ મુદ્દાને એકબીજા સાથે બેસીને શાંતિથી ઉકેલો.
સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ઈજા પહોંચવાની શક્યતા છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. સાથે જ સમાજમાં તમારું યોગ્ય માન-સન્માન અને વર્ચસ્વ રહેશે. બાળકોની કોઈ સફળતાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- તમારા ખર્ચને સીમિત રાખો કેમ કે આ સમયે આવક કરતા વધારે ખર્ચની સ્થિતિ બની શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે કોઈ કારણોસર સંબંધ ખરાબ થઈ શકે છે. સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધાં કામ યોગ્ય રીતે ચાલતા જશે અને છેલ્લાં થોડા સમયથી બનાવેલી યોજના પણ ફળીભૂત થશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઘરની કોઇ ગતિવિધિને લઇને તણાવ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે કોઈ મહત્ત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે. મિત્રો અને જાણકારો સાથે તમારા સંબંધને વધારે મધુર બનાવો. આ સમયે નવી-નવી જાણકારીઓ મળી શકે છે જે ભવિષ્ય માટે લાભદાયી હોય.
નેગેટિવઃ- ક્યારેક વ્યવહારમાં ચીડિયાપણુ અને ગુસ્સો આવી જવાથી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તમારી આ ખામીઓ ઉપર નિયંત્રણ લાવો અને તેના માટે આત્મ અવલોકન કરવું જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ કામ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.
લવઃ- લગ્નજીવનને સુખમય જાળવી રાખવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીથી રાહત મળી શકે છે. સમયની ચાલ તમારા પક્ષમાં છે તેનો ભરપૂર ઉપયોગ કરો.
નેગેટિવઃ- ઘરના અન્ય સભ્યોની સલાહને ઇગ્નોર ન કરો નહીંતર તમે તમારું જ નુકસાન કરી શકો છો. થોડા વિરોધીઓ ઇર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ નકારાત્મક અફવાહ ફેલાવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહી શકે છે.
લવઃ- લગ્નસંબંધોમાં ચાલી રહેલાં તણાવને આજે ઉકેલવામાં સફળ રહી શકો છો.
સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે પગમાં દુખાવા અને ઈજા પહોંચે તેવી શક્યતા છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તથા સુખ-સુવિધાઓ જેવી વસ્તુઓની ખરીદદારીમાં પસાર થશે. ઘરમાં કોઈ નજીકના વ્યક્તિના આવવાથી મોજમસ્તીનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- આવકના સાધન તો ઘટશે પરંતુ ખર્ચ એકસરખો રહી શકે છે. એટલે તમારા બજેટ પ્રમાણે જ ખર્ચ કરવાની કોશિશ કરો. ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર જાળવી રાખો અને તેના માટે તમારે જ કોશિશ કરવી પડશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ નિર્ણય એકલા ન લેશો પરંતુ ટીમ વર્ક બનાવીને કામ કરો. તેમાં તમને ભાગ્યનો સહયોગ મળી શકશે.
લવઃ- નજીકના સંબંધીઓ સાથે મુલાકાતનો પ્રોગ્રામ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને નબળાઈનો અનુભવ થશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- જો કોઈ જમીન-જાયદાદને લગતો મામલો ચાલી રહ્યો છે તો સફળતા મળવાના યોગ્ય યોગ બની રહ્યા છે. આ સમયે પ્રકૃતિ તમને ભરપૂર સાથ આપી રહી છે, આ સફળતાનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરી શકે છે.
નેગેટિવઃ- ગુસ્સા, ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઇ સંબંધી કે પાડોસી સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. મનમાં થોડી અનહોની જેવી શક્યતાઓનો ભય રહેશે. તમે તમારી જાતને પોઝિટિવ ગતિવિધિઓમાં વ્યસ્ત રાખી શકશો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં પ્રોડક્શનને લગતા કાર્યોમાં થોડી ભૂલો થઈ શકે છે.
લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે,
સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગ તમારી ખોવાયેલી પ્રતિષ્ઠાને ફરી પ્રાપ્ત કરાવશે જેથી આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે.
નેગેટિવઃ- સફળતા પ્રાપ્ત કરવા માટે મર્યાદાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય લોકોની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો અને ખોટા ખર્ચ કરવાથી બચવું.
વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી રૂપરેખા ઉપર કોઈપણ કામ આજે ટાળો.
લવઃ- લગ્નજીવનમાં કોઈ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે અપચાની તકલીફ રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યાં હતાં, આજે તે તમારી સમજણથી ખૂબ જ સહજતાથી ઉકેલાઈ જશે. શુભ પરિણામ પણ આશા કરતા વધારે મળી શકે છે. સમય અનુકૂળ રહેશે.
નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના આવી શકે છે. કોઇપણ કામ કરતી સમયે તેના સારા-ખરાબ પાસા અંગે પણ વિચાર કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાના દુખાવાની ફરિયાદ રહી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે. એટલે તમારા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવી શકે છે.
નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સાચવીને રાખો. તેનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ પણ થવાથી તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.
લવઃ- પ્રેમી/પ્રેમિકા એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.
સ્વાસ્થ્યઃ- પોલ્યૂશન અને ગરમી સામે તમારું રક્ષણ કરો.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. તમે તમારા કાર્યો ઉપર પણ વધારે એકાગ્રતાથી ધ્યાન આપી શકશો. તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને તમારી કાર્યપ્રણાલીને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરો.
નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. કોઈ મહત્ત્વપૂર્ણ કામ સમયે પૂર્ણ ન થવાથી તણાવ રહી શકે છે. એટલે તમારા ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે દરેક ગતિવિધિ ઉપર નજર રાખવી જરૂરી છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે બેચેની અને ચક્કર આવવા જેવી તકલીફ થશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે તન અને મનથી સહયોગ કરવો તમને સુખ આપી શકે છે. માનસિક સુકૂન પણ મળી શકે છે. યુવાઓ પોતાની મહેનત પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. જો પ્રોપર્ટી ખરીદવાની કોશિશ કરી રહ્યા છો તો દિવસ અનુકૂળ છે.
નેગેટિવઃ- તમારા અહંકાર અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે તમારા અનેક બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ બની શકે છે. તમારી થોડી સાવધાની સંબંધોને ખરાબ થવાથી બચાવી શકે છે.
વ્યવસાયઃ- નવા પ્રભાવશાળી સંપર્ક બની શકે છે.
લવઃ- પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે જવાનું યાદગાર ક્ષણમાં સામેલ થશે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાની ફરી ઊભી થઈ શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- વારસાગત પ્રોપર્ટીને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતાના યોગ બની રહ્યા છે. ઘરની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સમય પસાર કરો.
નેગેટિવઃ- તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. આ સમયે અન્ય લોકોની વાતો ઉપર વિશ્વાસ ન કરો.
વ્યવસાયઃ- નવા કાર્યોને લગતી જે યોજના બનાવી છે તેના ઉપર એકાગ્ર થઈને કામ કરો.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- બાફ અને ગરમીના કારણે માથાનો દુખાવો રહી શકે છે.