રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર કન્ફર્મ થયા છે. તેઓ રાજ્યના નિર્ધારિત 15 પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (ફિઝિકલ એફિસિએન્સી ટેસ્ટ-PET)નો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમની સાથે તેમના પરિવારજનો પહોંચ્યા છે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો ત્યાંથી નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા જે.ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે મહિલા ઉમેદવારોની દોડની પરીક્ષાના પ્રથમ દિવસે જ મોડી પરીક્ષા શરૂ થઈ છે. 6 વાગ્યે જે પરીક્ષા શરૂ થવાની હતી જેની 6.50 બાદ શરૂ કરવામાં આવી હતી. સવારે 6 દોડનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરીને મહિલા ઉમેદવારો બહાર નીકળી હતી. જે મહિલા ઉમેદવારો પોતાની દોડ સમયસર પુરી શક્યા નહોતા અને નાપાસ થયા હતા તેઓ રડતા રડતા બહાર આવ્યા હતા. મહિલા ઉમેદવારો પાસ થઈ ન શકે હોવાના પગલે તેઓ ખૂબ નિરાશ મોઢે બહાર આવ્યા હતા.