Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વીંછિયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની 8 આરોપીએ નિર્મમ હત્યા કરી હતી અને સોમવારે કોળી સમાજના લોકોએ પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવાની માગણી કરી હતી જે પોલીસે ન સ્વીકારતાં પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.ત્યાર બાદથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહ્યા બાદ આજે અેસઆરપીની એક ટુકડી, 3 ડીવાયઅેસપી,પાંચ પીઆઇ, 10 પીએસઆઇનો કાફલો ગામમાં તૈનાત કરી દેવાયો છે અને ગામમાં સ્વૈચ્છિક કર્ફ્યુ જેવો માહોલ છવાયો છે અને ગામ બંધ રહ્યું હતું.

આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર 84 શખ્સ સામે નામજોગ રાયોટિંગ, ગુનાહિત કાવતરું રચવું, મારામારી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી 60ની ધરપકડ કરી હતી અને 58 લોકોને જસદણ કોર્ટમાં રજૂ કરી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તેમજ લોકોને ઉશ્કેરનારા બે શખ્સને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ઉપરાંત સી.સી.ટી.વી.માં દેખાતા શખ્સો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે.