Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વુમન્સ T20 વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને 5 રને રોમાંચક મેચમાં હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 173 રનના ટાર્ગેટની સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી અને 3 વિકેટ પડી ગઈ હતી. જોકે ત્યાંથી જેમિમા અને હરમનપ્રીત કૌરે ઇનિંગમે સંભાળીને સ્કોરકાર્ડને સતત ફરતુ રાખ્યું હતું. 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે બાજી હાથમાં લીધી હતી અને તેણે લડત આપી હતી. તેણે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા, અને કમનસીબ રીતે રનઆઉટ થઈ હતી. આ સિવાય અન્ય કોઈ બેટર્સ ચાલું નહોતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ડાર્સી બ્રાઉન અને એશ્લે ગાર્ડનરને 2-2 વિકેટ મળી હતી. જ્યારે મીગન શટ અને જેસ જોનાસનને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાતમીવાર પ્રવેશ મેળવ્યો છે.