અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષની ઉજવણી રાજકોટમાં કરાઈ રહી છે, જેના ભાગરૂપે અટલ સરોવર ખાતે અયોધ્યાનગરી ઊભી કરવામાં આવી છે. આ ઉજવણી 26 જાન્યુઆરી સુધી ચાલશે.
જેમાં 1008 બાળકો રામ ભગવાનની વેશભૂષા ધારણ કરશે. સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા આ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.