દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ હવે દેશના ધનિકોને સૌથી વધુ સંખ્યામાં પોતાના ગ્રાહકો બનાવવા માટે પ્રયાસરત છે. એસબીઆઇએ અમીર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે 2,000 અધિકારીઓની એક ટીમ બનાવી છે.
SBIના ચેરમેન દિનેશ ખારા અનુસાર બેન્કની વેલ્થ મેનેજમેન્ટ ટીમ હવે જૂની થઇ ચુકી છે અને હવે આ બિઝનેસની દેખરેખ માટે નવા અભિગમની જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને SBIએ રિલેશનશિપ મેનેજર્સના રૂપમાં 2,000 એક્ઝિક્યુટિવ્સ નિયુક્ત કર્યા છે. તે ઉપરાંત નાની કંપનીઓ સાથે સંબંધ બનાવવા પર ભાર મૂક્યો છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એક તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં 2023માં અંદાજે 50 લાખ કરોડ રૂપિયાની નવી નાણાકીય સંપત્તિ તૈયાર થઇ છે, જે એક ઐતિહાસિક વધારો છે. દેશમાં 22,500થી વધુ બેન્ક શાખા ધરાવતી SBI ભારતના વધતા વેલ્થ મેનેજમેન્ટમાં હિસ્સો વધારવા માટે દેશની તેમજ વિદેશની ફાઇનાન્સિયલ કંપનીઓ સાથે હરીફાઇ કરવા માટે તૈયાર છે.