Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા પટેલ વૃધ્ધ વાડીએથી ભાડલા ગામમાં લાઇટ બીલ ભરવા જતા હતાં ત્યારે વિરપર પાસે પહોંચતા સામેથી આવતુ બાઇક તેમના બાઇક સાથે ટકરાતા વૃધ્ધ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજા પહોંચતા વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી ભાડલા પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. બનાવની કરૂણતા એ હતી કે ઘરમાં અંધારા ન છવાય તે માટે બીલ ભરપાઈ કરવા જતાં વૃદ્ધની જિંદગી જ ઓલવાઇ ગઇ હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, ભાડલા ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા ભીમાભાઇ ભાણાભાઇ લીંબાસીયા (ઉ.વ 63) નામના પટેલ વૃધ્ધ સવારે 10 વાગ્યા આસપાસ વાડીએથી ભાડલા ગામે વીજ બીલ ભરવા માટે જતા હતા. દરમિયાન વિરપર પાસે પહોંચતા સામેથી આવતા બાઇકના ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતાં અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકાટીભર્યું મોત થયું હતું. બનવાની જાણ થતા ભાડલા પોલીસે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

વધુમાં મળેલી વિગત મુજબ, પટેલ વૃધ્ધ ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ખેતીકામ કરતા હતાં. તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.