અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનમાં મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરવામાં આવી રહ્યું છે. ગઇ સાલ ઓગસ્ટમાં તાલિબાને સત્તા હાંસલ કર્યા બાદ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવરજવર પર પ્રતિબંધ લગાવીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમો બદલવાના શરૂ કરી દીધા છે.
નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો
દુનિયાને દેખાડવા માટે પોતાના નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો. તેમની સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. આગળ વધતી મહિલાઓને રોકવા માટે તાલિબાન સુરક્ષાબળોએ તેમને ડરાવી, ધમકાવી, જેલમાં લઇ જવાથી લઇને અપહરણ સુધી કરવામાં આવે છે.
અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર્તા ખદીજા અહમદીએ બતાવ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલના પદ પર કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. સત્તા પર કબજો કર્યા પહેલાં અફઘાનિસ્તાનમાં લગભગ 300 મહિલા જજ હતી. તાલિબાને આ બધી મહિલા જજને દેશનિકાલ આપી દીધો.
હજારો પરિવાર પાકિસ્તાન, ઇરાન, તૂર્કી જઇ ચૂક્યા છે
ખદીજાના અનુસાર તાલિબાનનું વલણ મહિલાઓની સામાજિક સ્થિતિ અને મનોવૈજ્ઞાનિક રૂપે ગંભીર છે. તાલિબાન મહિલાઓને સેકન્ડ ક્લાસ નાગરિકના રૂપે સ્થાપિત કરમા માગે છે. વિશેષ રૂપે યુવા પુરુષો અને છોકરાને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગી વસ્તુ બનાવી દેવા ઇચ્છે છે.
પ્રતિબંધોને લીધે હજારો પરિવાર મહિલાઓને લઇને પાકિસ્તાન, ઇરાન અને તૂર્કી જેવા પડોશી દેશમાં જઇ ચૂક્યા છે. પાકિસ્તાન આ દેશોમાં ટોપ પર રહ્યું છે, જ્યાં હાલમાં મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં ભણી રહ્યા છે.